મોરબીના સાહસિક યુવાને માઈનસ ૨ ડીગ્રી તાપમાનમાં ૧૫,૮૦૦ ફૂટની ઉંચાઈએ તિરંગો લહેરાવ્યો

 

મોરબીના સાહસિક યુવાન અજય કાનેટીયા એ માઇનસ 2 ડિગ્રી તાપમાન માં 15800 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવ્યો હતો જે બદલ માઉન્ટ એવરેસ્ટ શીખર સર કરનાર અવિનાશ નેગી દ્વારા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

અજય કાનેટીયા એ ABVIMAS (Atal Bihari Vajpayee Institute of Mountaineering and Allied Sports) માં ૧ જૂનના રોજ બેઝિક માઉન્ટેનિયરિંગ કોર્સ માટે એડમિશન લીધું હતું અને જણાવ્યા અનુસાર એ આ રીતની સાહસિકતા વારંવાર કરતા હોય છે. અજય Invincible NGO સંસ્થા માં ચાર વર્ષથી સેવા આપી રહ્યા છે. Invincible NGO આ પ્રકારની એડવેન્ચર પ્રવૃત્તિઓ કરાવી રહી છે. અજય એ અગાઉ પણ 2020 માં 16,400 ફૂટ ની ઊંચાઈ નું માઉન્ટ જગતસુખ શીખર સર કરેલ છે તથા 2022 માં Best Volunteer એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે.

આ બેઝિક માઉન્ટેનિયરિંગ કોર્સમા 28 દિવસની તાલીમ હોય છે અને આ તાલીમમાં અલગ અલગ જગ્યાઓ પર પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે જેમકે Ice craft,Rock craft અને Snow craft. આ તાલીમ દરમ્યાન માઇનસ 2 ડીગ્રી તાપમાન માં 15,800 ફૂટની ઊંચાઈએ સીતીધાર બેઝ કેમ્પ પર તિરંગો લહેરાવ્યો‌ અને મોરબી નું ગૌરવ વધાર્યું. આ પ્રવૃત્તિઓ બદલ અજય કાનેટિયાને માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરનાર અવિનાશ નેગીએ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા હતા જે યુવાને મોરબી પંથકનું ગૌરવ વધાર્યું છે

 

This slideshow requires JavaScript.

Comments
Loading...
WhatsApp chat