


મોરબી નગરપાલિકા એ ગ્રેડ નગરપાલિકામાં સ્થાન પામે છે જોકે એ ગ્રેડની નગરપાલિકામાં છેલ્લા ૨૦ વર્ષથી ફૂડ ઇન્સ્પેકટર જ નથી અને ઇન્ચાર્જથી કામ ચાલે છે ત્યારે શહેરમાં ખાધ ચીજોના ચેકિંગ થતા ના હોવાથી નાગરિકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે.
એ ગ્રેડની મોરબી નગરપાલિકામાં ફૂડ ઇન્સ્પેકટરની જગ્યા ખાલી છે અને ઇન્ચાર્જથી કામ ચાલી રહ્યું છે જેથી જમણવાર પ્રસંગે ફૂડ પોઈઝનીંગ જેવા કિસ્સાઓ બને છે તેમજ પડતર શાકભાજી તેમજ અન્ય ખાદ્ય પદાર્થો બજારમાં ખુલ્લેઆમ વેંચાઈ રહ્યા છે જેથી લોકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે. મોરબી જીલ્લો બનવા છતાં જીલ્લાના વડામથક મોરબી ખાતે ફૂડ ઇન્સ્પેકટરની જગ્યા ભરવામાં આવી નથી
વિવિધ ખાદ્ય પદાર્થો કાર્બનથી પકવીને વેચાણ કરનારાને રોકનાર કોઈ નથી જેથી વેપારીઓ પણ બેફામ બન્યા છે ત્યારે મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવેએ જીલ્લા કલેકટરને રજૂઆત કરીને ફૂડ ઇન્સ્પેકટરની જગ્યા ભરવા તેમજ બજારમાં વેચાતી વાસી મીઠાઈ સહિતની અન્ય ચીજવસ્તુઓ અંગે ચેકિંગ કરવામાં આવે તેવી માંગ કરી છે

