મોરબીમાં મેધો મહેરબાન થતા મચ્છુ-૨ ડેમ ઓવરફલો

મચ્છુ-૨ ડેમ ઓવરફલો થતા ૧૬ દરવાજા ૧૦ ફૂટ ખોલાયા

આજે સવાર થી મોરબી શહેરમાં ભારે વરસાદ વરસવાનું શરુ થયું છે. સવારે છ વાગ્યાથી શરુ થયેલા સુપડાધાર વરસાદ ને કારણે બે કલાકમાં જ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.દરમિયાન ગઈકાલે રાત્રી દરમિયાન ઉપરવાસ વરસાદને કારણે મચ્છુ-2 ડેમના ૧૬  દરવાજા ૧૦ ફૂટ ખોલવામાં આવતા મ મચ્છુ નદીમાં ઘોડાપુર આવ્યા છે અને નદીના પટ માં વસવાટ કરતા 250 થી 300 જેટલા માણસોનું સ્થળાંતર કરી અત્રેની ગર્લ્સ સ્કૂલમાં આશરો આપવામાં આવ્યો હોવાનું ઇન્ચાર્જ મામલતદાર શ્રી કૈલાએ જણાવ્યું હતું. તેમજ મોરબીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ઉપરાંત સનાળારોડ,વાવડીરોડ,રવાપર રોડ,નગર. દરવાજા સહિતના સ્થળોએ પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું છે.

 

Comments
Loading...
WhatsApp chat