



મોરબી જીલ્લામાં મેધરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે.મોરબી આસપાસના ગામોના સતત પાંચ દિવસથી ભારે વરસાદ વર્ષી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં સવારના ૭ વાગ્યા સુધીમાં મોરબીમાં ૨ મી.મી.,ટંકારામાં ૪૪ મી.મી.,વાંકાનેરમાં 13 મી.મી.,હળવદમાં ૨ મી.મી.,અને માળીયામાં ૪ મી.મી.વરસાદ વરસ્યો હતો જયારે હતું પણ મેધરાજા પોતાની ધમાકેદાર ઇનીગ શરુ રાખી છે જેમાં હાલમાં મીતાણા,ટંકારા,વાંકાનેર અને હળવદમાં મેધરાજાએ પોતાની ધમાકેદાર ઇનીગ શરુ રાખી છે.તેમજ ટંકારામાં વીજળી પડતા લીલાભાઈ ભુરાભાઈ ખાટરિયાનું મૃત્યુ થયું છે અને ભીખભાઈ બાંભવાને સારવારમાં રાજકોટ અર્થે ખસેડાયા છે.મોરબી જિલ્લાને વરસાદે ધારોળતા જીલ્લાના તમામ ડેમો ઓવરફલો થયા છે અને હાલની સ્થિતિ મુજબ ડેમી-૨ના ૧૦ દરવાજા ૨ ફૂટ,મચ્છુ-૨ના 6 દરવાજા ૨ ફૂટ અને મચ્છુ-૩ના ૩ દરવાજા ૨ ફૂટ ખોલવામાં આવ્યા છે તથા બંગાવડી ડેમ ૪ ફૂટે ઓવરફલો થયો છે.

