



મોરબી જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા ૦૮-૦૭-૨૦૧૭ થી ૧૧-૦૭-૨૦૧૭ દરમિયાન ધોરણ-૧૦ (એસ.એસ.સી)ની અને ધોરણ-૧૨ (એચ.એસ.સી.) સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષાઓ શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં કોઇપણ જાતની રૂકાવટ ન આવે અને કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ ૧૪૪થી મળેલ અધિકારની રૂએ પી.જી.પટેલ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબી એ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્રારા મોરબી જિલ્લામાં ધો.૧૦ પૂરક પરીક્ષા મોરબીમાં (૧) ધી.વી.સી. ટેક. હાઈસ્કુલ, મોરબી (૨) નીલકંઠ વિદ્યાલય,રવાપાર રોડ, મોરબી ખાતે યોજાઈ હતી.જેમાં આજ રોજ ગણિત અને ગુજરાતી વિષયની પરીક્ષા લેવામાં આવી હતી.તેમાં ગણિત વિષયમાં કુલ ૯૦ વિધાર્થીઓ માંથી ૮૬ વિધાર્થીઓએ પરિક્ષા આપી હતી અને ૪ ગેરહાજર રહ્યા હતા.તેમજ ગુજરાતી કુલ ૨૫ વિધાર્થીઓ માંથી ૨૨ વિધાર્થીઓએ પરિક્ષા આપી હતી અને ૩ ગેરહાજર રહ્યા હતા.

