


મોરબી માળિયા વિધાનસભાના તાલુકા પંચાયત,જીલ્લા પંચાયત,નગરપાલિકાના સભ્યો,કોંગ્રસ સંગઠનના હોદેદારો તથા અગ્રણીઓની બેઠક પંચાસર રોડ નજીક ઉમા હોલમાં યોજાઈ હતી.જેમાં જીલ્લા કોંગ્રસ પ્રમુખ બ્રિજેશ મેરજાએ બેઠકનો ઉદેશ સમજાવી સંગઠન કામગીરીની છણા વટ કરી હતી.બેઠકમાં ઉપસ્થિત કોંગ્રસના રાષ્ટ્રીય મંત્રી અને કચ્છ લોક સભા બેઠકના ઇન્ચાર્જ દિપક બાબરીયાએ કોંગ્રસને જન આંદોલન અને લોકભિમુખ કર્યો થકી પ્રજાનું દિલ જીતી મોરબી વિધાનસભા જીતાડવા અનુરોધ કર્યો હતો.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કે.ડી.બાવરવાએ કર્યું હતું.આ બેઠકમાં જીલ્લા કોંગ્રસ પ્રમુખ બ્રિજેશ મેરજા,મહિલા કોંગ્રસ પ્રમુખ ક્રિષ્ના પટેલ,NSUI ના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા,મોરબી તાલુકા પ્રમુખ રમણીક ભાલોડીયા,માળિયા તાલુકા પ્રમુખ રમેશ ફૂલતરીયા,મોરબી શહેર પ્રમુખ રાજુભાઈ કાવર,માળિયા શહેર પ્રમુખ ઇકબાલ જેડા,મોરબી તા.પ.ના ઉપપ્રમુખ નાથાભાઈ ડાભી,કારોબારી અધ્યક્ષ ધનજીભાઈ તથા દેવજીભાઈ પરેચા,ધર્મેદ્ર વિડજા સહિત કોંગ્રસના પ્રદેશ અગ્રણીઓ ડો.કઝારીયા,રમેશભાઈ રબારી,જીલ્લા પંચાયતના અગ્રણીઓ ધનશ્યામભાઈ જાકાસણીયા,કિશોરભાઈ ચીખલીયા,હસમુખભાઈ મુછડીયા,મુકેશ ગામી,સીનીયર આગેવાનો જયંતિ પટેલ,બેચરભાઈ ડાભી,ફારુક મોટવાણી સહિતના આગેવાનો તથા બક્ષીપંચના દેવાયત આહીર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.