મોરબીમાં દારૂના અલગ અલગ ગુનામાં છ શખ્સો જડ્પ્યા

મોરબીના એ-ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીગમાં હતી ત્યારે વાવડી રોડ પર શકાસ્પદ હાલતમાં જી.જી.૩ કે ૨૪૮૯ નંબરની ટાટા સુમો કાર પસાર થતા તેની રોકી તેની તલાશી લેતા તેમાં દેશી દારૂના રૂપિયા ૪ હજારનો જથ્થો હતો અને કારમાં બેઠલા ઈબ્રાહીમ સાજણ મજોઠી,અલીશાહ ફકીર નામના શખ્સ ની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી રૂપિયા ૧.૦૪ લાખનો મુદમાલ કબજે કર્યો હતો તો બીજા બનાવામાં રાહુલ સુખદેવભાઈ મેવાડા નામનો શખ્સ સરકીટ હાઉસ નજીકથી શકાસ્પદ હાલતમાં પસાર થતા તેની રોકી ને ચેક કરતા તેની પાસેથી દારૂની ૭ બોટલ કિમત રૂપિયા ૨૧૦૦ મુદમાલ કબજે કરવામાં આવ્યો હતો ત્રીજા બનાવમાં મિત વિજય ચૌહાણ અને સલમાનખાન ઉમરખાન ખોરમ નામના બે શખ્સો જી.જે.૩ ઈ.એફ. ૭૬૨૯ બાઈક પર માળિયા ચોકડી નજીકથી પસાર થતા તેની રોકી ચેક કરતા તેની પાસેથી દારૂની બોટલ મળી આવી હતી અને અન્ય એક બનાવમાં હરપાલસિંહ ઝાલા નામના શખ્સને રામકૃષ્ણનગર માંથી ૨ બોટલ કીમત રૂપિયા ૬૦૦ ના મુદમાલ સાથે જડપી લેવામાં આવ્યો છે

Comments
Loading...
WhatsApp chat