Billboard ad 1150*250

મોરબીમાં 3 ક્રિકેટ સટ્ટોડીયા 23 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા

0 864
મોરબી શહેરમાં સટ્ટોડીયાઓ સક્રિય થયા છે. જેને પકડવા માટે પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડે સુચના આપી હતી, જે સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.બી.ઝાલા, એ.એમ.રાવલ, કોન્સ્ટેબલ આર.બી.કડીવાર, જી.કે.રાઠોડ, અશોકભાઈ ખંભરા, ચકુભાઇ કરોતરા સહિતનાઓ પેટ્રોલીંગમાં હતા. જે દરમિયાન પંચાચર રોડ ખ્વાજા પેલેસ પહેલા માળે બ્લોક નં. 107માં મકાન માલિક આરીફ સુલેમાનભાઈ સાઇચાવાળો સી.એસ.જી(ચેપક સુપર ગિલ્સ) વર્સીસ એલ.કે.કે.(લાઇકા કોવાઇ કિંગ)ની મેચમાં સટ્ટો રમતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે રેઇડ પાડતા ક્રિકેટ સટ્ટો રમતા આરીફ સાઇચા, જિશાન ચાનીચા અને ઇસ્માઇલ ચાનીચાને મોબાઈલ, ટીવી, રોકડ રૂપિયા સાથે ઝડપી લઈ કુલ 23 હજારનો મુદ્દામાલ કબ્જે કરી લીધો છે. પીઆઈ વી.વી.ઓડેદરાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat