મોરબી જીલ્લામાં ૧૪૪ લગાડતા કોંગ્રેસનો વિરોધ

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખે બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં ૧૪૪ કલમ લાગુ પાડીને પ્રજાનો અવાજ રૂંધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેને કોંગ્રેસ સાંખી લેશે નહિ. માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાના ઓઠા હેઠળ આ રીતે ભાજપની સરકાર લોક સમસ્યાઓને વાચા આપવા કોંગ્રેસ દ્વારા થતી જાહેરસભા અને રેલીઓને અટકાવવાથી વિશેષ કાઈ નથી. કોંગ્રેસ દ્વારા મોરબી જીલ્લામાં વારંવાર પ્રજાહિતમાં આંદોલનાત્મક કાર્યક્રમ આપવામાં આવે છે જેને કચડી નાખવાનું આ પગલું વ્યાજબી નથી. આ પ્રકારના કોઈપણ પ્રતિબંધની પરવા કર્યા વગર કોંગ્રેસ લોકહિત માટે સવિનય કાનુન ભંગ કરીને ખેડૂતો માટેનો રસ્તા રોકો કાર્યક્રમ કરીને જ જંપશે, મોરબીની પ્રજા પોતાનો અવાજ લોકતાન્ત્રિક ઢબે રજુ કરી સકે તે માટે તાત્કાલિક આ જાહેરનામું પાછું ખેંચી લેવાની માંગ પણ જીલ્લા વહીવટી તંત્રને કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat