



મોરબી પંથકમાં આજે મચ્છુ ડેમ તૂટ્યાના સમાચારો વાયુવેગે સોશ્યલ મીડિયા અને બાદમાં શહેરમાં પ્રસરી જતા દરેક સ્થળે ભાગદોડ મચી ગઈ હતી. અફવાને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારના લોકોમાં ભાગદોડ મચી હતી જે શહેરના મુખ્યમાર્ગો સુધી પોતાના વાહનો કે પગપાળા જવા લાગ્યા હતા જોકે મોરબીનો ડેમ તુટ્યો નથી.જીલ્લા કલેકટરએ દરેક નાગરિકોને અફવાથી દુર રહેવા તેમજ અફવા ના ફેલાવવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે.

