મોરબીમાં શોભેશ્વર નજીક પ્રાણી સંગ્રહાલય બનાવવા માંગ

મોરબી જીલાલ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે કે દરેક મોટા શહેરોમાં પ્રાણી સંગ્રહાલય હોય છે જેથી શાળાના બાળકોને વન્ય સૃષ્ટિ વિષે માહિતી આપી મળે છે. પરંતુ મોરબી જીલ્લામાં આવી સુવિધા ના હોવાથી બાળકોને અન્ય શહેરમાં લઇ જવા પડે છે. સિરામિક નગરી તરીકે ઓળખાતા મોરબીમાં બાળ ભવન કે પ્રાણી સંગ્રહાલય નથી. પ્રાણી સંગ્રહાલય ખોલવામાં આવે તો બાળકો સાથે કુટુંબને પણ ફરવાની જગ્યા મળે તેમ છે. શોભેશ્વર નજીક આવેલા ઘેટા ઉછેર કેન્દ્ર દિવસે ને દિવસે ખંઢેર બનતું જાય છે. અહી મહાદેવનું મંદિર અને રળિયામણી જગ્યા આવેલી છે જેથી મોરબીમાં આ સ્થળે પ્રાણી સંગ્રહાલય ખોલવામાં આવે તો પ્રજાને તથા બાળકોને ફરવાલાયક સ્થળ મળી સકે છે તેમ જણાવીને ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.

Comments
Loading...
WhatsApp chat