ગંભીર બીમારીમાં સપડાયેલા યુવાનની વ્હારે કોણ આવ્યું જાણો અહી

મોરબીના પીપળી રોડ પર રહેતા દલસાણીયા રવિ હર્ષદભાઈના પિતા પાંચ વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોય જે માતા સાથે રહેતો હતો અને પોતે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. પરંતુ યુવાનને અન્નનળીની તકલીફ થતા ઓપરેશન કરાવવા માટે ૨.૫૦ લાખ જેટલો ખર્ચ થતો હોય જે કરી શકવામાં સક્ષમ ના હોવાથી પરિવાર મૂંઝવણમાં મુકાયો હતો જોકે સગા સ્નેહીઓને માલૂમ પડતા તુરંત તમામ પડખે ઉભા રહ્યા હતા અને ૧.૭૦ લાખની રકમ એકત્ર કરી આપી હતી છતાં પણ જરૂરી સારવાર માટે રૂપિયાની જરૂરત હોવાનું સિરામિક ઉદ્યોગપતિ દીપકભાઈ પટેલ હરિસન સિરામિક, જયંતીભાઈ પટેલ વેલકમ સિરામિક, લેક્સોના સિરામિકના અનિલભાઈ પટેલ અને સાયોના સિરામિકના નીતિનભાઈ પટેલને માલૂમ પડતા તુરંત ૨૫ જેટલા સિરામિક એકમોએ ૧.૩૦ લાખની રકમ એકત્ર કરી હતી જેમાં હાલ ઓપરેશન માટે જરૂરત મુજબ અઢી લાખમાં ખૂટતા ૮૦,૦૦૦ આપવામાં આવ્યા છે જયારે બાકીના પચાસ હાજર ઉદ્યોગપતિએ એકત્રિત કરીને રાખ્યા છે જે જરૂરત પડશે તે મુજબ આપવામાં આવશે.

જરૂરિયાતમંદ યુવાનને સહાય કરનાર સિરામિક એકમોની યાદી

 

 1. Sunfame
 2.  Orfina
 3.  Solezo
 4.  Velox
 5.  Rex
 6.  Lorex
 7. Gravity
 8.  Vivanta
 9.  Swite
 10.  Asta
 11. Antica
 12.  Livecity
 13.  Exotica
 14.  Tecon
 15.  Aliant
 16. Welcome
 17.  Lexona
 18.  Anil surani
 19.  Parcos
 20.  Liza
 21.  Antila
 22.  Somnath
 23.  Roland
 24.  Weldone
 25.  Harison

 

 

Comments
Loading...
WhatsApp chat