



મોરબીના ત્રાજપર વિસ્તારના રહેવાસી સામજીભાઇ છગનભાઈ વરાણીયાએ આજે પોલીસને જાણ કરી હતી કે આ વિસ્તારનો રહેવાસી રાજેશ બાબુ ડાભી (ઉ.વ.૩૫) નામનો કોળી યુવાન સવારના સમયે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે જે યુવાનના આપઘાતની જાણ થતા બી ડીવીઝન પોલીસે યુવાનના મૃતદેહને હોસ્પીટલે પી.એમ.માટે ખસેડીને વધુ તપાસ ચલાવી હતી. જોકે યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણી સકાયું નથી. બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા માટે વધુ તપાસ ચલાવી છે.

