મોરબી યુવા કોંગ્રેસ દ્વારા અમિત શાહના પુતળા દહનનો પ્રયાસ

૨૦થી વધુ કાર્યકરોને ડીટેઈન કરાયા

ગુજરાત રાજ્યસભાની ચુંટણીમાં પરાજય નજર સમક્ષ દેખાય જતાં કોંગ્રેસના ધારાસભ્યઓના બેંગ્લોર સ્થિત નિવાસસ્થાન Eagleton Golf Resort ઉપર તેના માલિક અને રાજ્યના ઉર્જામંત્રી  ડીકે શિવકુમાર ના નામે ભારત સરકારના ઇન્કમટેક્ષ વિભાગે અમીત શાહ ના ઈશારે દરોડા પાડી ગુજરાતના ધારાસભ્યઓને ધાકધમકી નું એક વરવું પ્રદર્શન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે જેના વિરોધમાં આજ રોજ મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ દ્વારા નહેરુ ગેઈટ ખાતે  અમીત શાહનાં પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પરંતુ આગાઉથી જ નહેરુ ગેટ ચોકમાં પોલીસનો મોટો કાફલો ખડકી દેવામા આવતા યુવા કોંગ્રેસના કાર્યકરો જેવા નહેરુ ગેટ ચોકમાં પહોચીને પુતળું દહન કરે તે પહેલા જ કોંગ્રેસના ૩૦ જેટલા કાર્યકરોની ડીટેઈન કરી પોલીસ મથકે લઇ જવામાં આવ્યા.જેમાં મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા,જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજા અને શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર,જીલ્લા પંચાયતના સભ્યો  સહિતના આગેવાનો પુતળા દહન કાર્યક્રમમાં હાજર રહી સરકાર સામે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

 

Comments
Loading...
WhatsApp chat