

યુથ કોંગ્રેસ નાં સ્થાપના દિવસ નિમિત્તે દિલ્હી ખાતે મુખ્ય કાર્યાલયમાં સ્વ.રાજીવગાંધી ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને રાષ્ટ્રીય યુથ કોંગ્રેસ નાં પ્રમુખ અમરિંદરસીંઘ રાજા બરાર સાથે મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ શુભેચ્છા મુલાકાત કરી અને તેમને હાલ જ પંજાબ નાં પરિવહન મંત્રી તરીકે પસંદગી થવા બદલ અભિનંદન પાઠવ્યા ત્યાર બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં કાર્યાલય ખાતે ગુજરાત કોંગ્રેસ નાં પ્રભારી અશોક ગેહલોતજી સાથે ૨૦૧૭ વિધાનસભાની ચુંટણીમાં મોરબી જીલ્લામાં યુથ કોંગ્રેસ ને મહત્વની ભુમિકા મળે તે માટે ચર્ચા કરી અને તાજેતરમાં જ ગુજરાતનાં રાજ્યસભા નાં સાંસદ અહેમદભાઈ પટેલ ને તેમના નિવાસસ્થાને મળી ને શુભેચ્છાઓ પાઠવી, અને કોંગ્રેસના આગેવાનો સાથે પણ મુલાકત કરી હતી