



ભાઈ-બહેનના અતુટ પ્રેમના પ્રતિક સમાન પવિત્ર રક્ષાબંધનના પર્વ બહેન તેના લાડકવાયા ભાઈના હાથમાં રાખડી બાંધતી હોય છે. આ પર્વની ધામધૂમથી દરેક સ્થળે ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ આવા તહેવારોના પ્રસંગે સમાજ દ્વારા તરછોડવામાં આવેલા વંચિતો બાળકોને સૌ કોઈ ભૂલી જતા હોય છે. પરંતુ વંચિત બાળકો પણ તહેવારોની ખુશી મેળવી સકે તેના માટે સેવાભાવી લોકો સતત જાગૃત હોય છે. મોરબીના યુવા ઉદ્યોગપતિ હરેશ ગાંભવા અને યોગી પટેલ દ્વારા રક્ષાબંધનના પર્વ નિમિતે આજે અનાથ આશ્રમમાં જઈને નિરાધાર બાળાઓ સાથે આ પર્વની ઉજવણી કરી હતી. વિકાસ વિદ્યાલયની બાળાઓ પાસે રાખડી બંધાવી તેના મો મીઠા કરાવીને તેને નાસ્તો કરાવી પર્વની ઉજવણી કરી હતી. તો ભાઈ બહેનના પ્રેમના બંધન સમા પર્વને ઉજવીને બાળાઓ પણ ખુશીથી ઝૂમી ઉઠી હતી.

