Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં યુગ પુરુષ સ્વ. અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પ્રેમાંજલિ અર્પણ કરી

દેશના પૂર્વ વડાપ્રધાન અને યુગ પુરુષ એવા અટલ બિહારી વાજપેયીના નિધનથી સમગ્ર દેશ શોકમા ડૂબ્યો છે અને ઠેર ઠેર તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે જેમાં આજે મોરબીવાસીઓએ પણ મૌન પાળી અટલજીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા રાષ્ટ્ર પુરુષ એવા સ્વ. અટલ બિહારી વાજપેયીજીને શ્રધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ મહેન્દ્રનગર ચોકડી નજીક યોજાયો હતો જેમાં વેપારીઓ, મહેન્દ્રનગર ગામ અને સોસાયટી તેમજ મોરબીવાસીઓ જોડાયા હતા જેમાં સૌ કોઈએ ૧૦ મિનીટ માટે મૌન પાળી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા

તો મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પણ પ્રેમાંજલિ અર્પણ કરી છે અને જણાવ્યું છે કે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના નિધનથી ખેલદિલી રાજનીતિનો યુગ અસ્ત પામ્યો છે એક સાચા રાજનીતિજ્ઞ તેઓ હતા જેના નિધનથી સમગ્ર રાષ્ટ્રે એક હકારાત્મક રાજકીય વિચારપુરુષ ગુમાવ્યા છે

તેની નીખાલસતાને યાદ કરતા જણાવ્યું છે કે સ્વ. ઇન્દિરા ગાંધીને પાકિસ્તાન સામેના યુધ્ધમાં વિજેતા થવા બદલ સંસદમાં “દુર્ગા” તરીકે બિરદાવ્યા હતા તેમજ સ્વ. રાજીવ ગાંધીએ વિદેશ સારવાર માટે કરેલ ઉપકારને અટલજીએ નિખાલસ એકરારથી રાજકીય ગરિમાને ઉજાગર કરી હતી ત્યારે અટલજીના અવસાનથી દેશે એક સમરસ રાજ પુરુષ ગુમાવ્યા છે

Comments
Loading...
WhatsApp chat