Billboard ad 1150*250

મોરબીના યુવાને ૧૩,૫૦૦ ની રોકડ ભરેલું પાકીટ મૂળ માલિકને પરત કર્યું

0 456
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પરથી રોકડ રકમ ભરેલું પાકીટ મળી આવતા અહીના શો રૂમમાં નોકરી કરતા યુવાને તેના સાથીની મદદથી પાકીટના મૂળ માલિકને શોધીને પાકીટ પરત સોપીને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.    

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રહેવાસી રોહિત કાતરીયા જેઓ બજાજ ફાયનાન્સમાં નોકરી કરતા હોય અને ગેસ્ટ હાઉસ રોડ પટેલ ઇલેક્ટ્રોનીક્સમાં ફાયનાન્સ ઇન્ચાર્જ તરીકે કાર્યરત હોય જેને ગેસ્ટ હાઉસ રોડ પરથી ૧૩,૫૦૦ રૂ ભરેલું પાકીટ મળી આવ્યું હતું જે પાકીટ તેના મૂળ માલિકને પરત સોપવા માટે તેને સાથી કર્મચારી દેવેન્દ્રસિંહ ઝાલાની મદદ લીધી હતી અને પાકીટના મૂળ માલિક રામજીભાઈ મકવાણાનો પત્તો મેળવીને રોકડ ભરેલું પાકીટ તેને પરત કર્યું હતું ત્યારે રામજીભાઈએ પણ યુવાનની પ્રમાણિકતાને બિરદાવી હતી અને રોકડ રકમ ભેટ સ્વરૂપે આપતા તેનો ઇનકાર કરીને રોહિતભાઈએ જણાવ્યું હતું કે તેને પોતાની ફરજ અદા કરી છે છતાં પણ તેઓ જો ભેટ આપવા ઇચ્છતા હોય તો તમારા ગામની ગરબીમાં દીકરીઓને ભેટ આપી દેજો આમ મોરબીના યુવાને રોકડ ભરેલું પાકીટ મૂળ માલિકને પરત આપી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat