મોરબીના યુવાનને અન્નનળીના ઓપરેશન માટે કોણે કરી મદદ ?

મોરબીના પીપળી રોડ પર રહેતા દલસાણીયા રવિ હર્ષદભાઈના પિતા પાંચ વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોય જે માતા સાથે રહેતો હતો અને પોતે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. પરંતુ યુવાનને અન્નનળીની તકલીફ થતા ઓપરેશન કરાવવા માટે ૨.૫૦ લાખ જેટલો ખર્ચ થતો હોય જે કરી શકવામાં સક્ષમ ના હોવાથી પરિવાર મૂંઝવણમાં મુકાયો હતો જોકે સગા સ્નેહીઓને માલૂમ પડતા તુરંત તમામ પડખે ઉભા રહ્યા હતા અને ૧.૭૦ લાખની રકમ એકત્ર કરી આપી હતી છતાં પણ જરૂરી સારવાર માટે રૂપિયાની જરૂરત હોવાનું સિરામિક ઉદ્યોગપતિ દીપકભાઈ પટેલ હરિસન સિરામિક, જયંતીભાઈ પટેલ વેલકમ સિરામિક, લેક્સોના સિરામિકના અનિલભાઈ પટેલ અને સાયોના સિરામિકના નીતિનભાઈ પટેલને માલૂમ પડતા તુરંત ૨૫ જેટલા સિરામિક એકમોએ ૧.૩૦ લાખની રકમ એકત્ર કરી હતી જેમાં હાલ ઓપરેશન માટે જરૂરત મુજબ અઢી લાખમાં ખૂટતા ૮૦,૦૦૦ આપવામાં આવ્યા હતા જેથી ઓપરેશન માટે યુવાનને સગા સ્નેહીઓએ એકત્રિત કરેલ રકમ અને સિરામિકની સહાયથી ૨.૫૦ લાખનો ઓપરેશનનો ખર્ચ મળી જતા તેનું અન્નનળીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું જે સફળ રહ્યું છે અને યુવાનની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. મોરબીના પીપળી રોડ પરના યુવાનને ઓપરેશન માટે જરૂરી નાણા ખૂટતા હોય જેની સિરામિક ઉદ્યોગપતિઓને જાણ થતા તુરંત ઉદ્યોગપતિઓએ ૧.૩૦ લાખની રકમ એકત્રિત કરી હતી જેમાંથી આ યુવાનને જરૂરી ૮૦,૦૦૦ ની રકમ સહાયરૂપે આપવામાં આવી હતી. જયારે બાકીના પચાસ હાજર ઉદ્યોગપતિએ એકત્રિત કરીને રાખ્યા છે જે જરૂરત પડશે તે મુજબ અન્ય કોઈ જરૂરિયાતમંદ દર્દીને આપવામાં આવશે.

Comments
Loading...
WhatsApp chat