મોરબી ; ગોલા બજાર પુલ પરથી યુવાને લગાવી મોતની છલાંગ

મોરબીમાં યુવાને અગમ્ય કારણોસર ગોલા બજાર નજીક પુલ ઉપરથી કૂદકો મારતા યુવાનને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હોય જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું તો બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

 

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર નવલખી રોડ ઉપર લાયન્સનગરમાં રહેતા 23 વર્ષીય યુવક યશપાલ રમેશભાઇ ચૌહાણ ખવાસે ગોલાબજાર વાળા પુલ ઉપરથી કુદકો માર્યો હતો. જેથી તેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું મોત નીપજ્યું હતું. આ મુદ્દે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે સી.આર.પી.સી. કલમ-૧૭૪ મુજબ ગુનો નોંધી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો વધુ તપાસ પ્રદીપસિંહ બોરાણા ચલાવી રહ્યા છે

 

Comments
Loading...
WhatsApp chat