Billboard ad 1150*250

મોરબીના એક યુવાએ જન્મદિન નિમિતે જ મંદબુદ્ધિના બાળકોની સેવા માટે સેવાનો ભેખ ધારણ કર્યો

0 95
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી પાસેના વિરપરડા નામના નાનકડા ગામમાં જન્મેલ એવા વિજયભાઈ વ્યાસ નામના યુવાએ જે માસ્ટર ઓફ જર્નાલિઝમમાં  (M.J.M.C.)સ્નાતક હોવા છતાં નાનપણ  થીજ કઈ સેવા કરવાની ભાવનાથી આગળ વધતા વિજયભાઈ ને ઘેર ભગવાને પુત્ર સ્વરૂપ મંદબુદ્ધિ બાળક નો જન્મ થયેલ. એક પિતા તરીકે એમને જે આવા બાળકોના વાલીઓ ની મુશ્કેલીઓ અને સાચા માર્ગદર્શન નો અભાવ જોતા. પોતેજ પત્રકારત્વ ક્ષેત્રે ખેડાણ કરી બાળકો ની મુશ્કેલીઓ ને વાચા આપવાનો દ્રઢ સંકપ ધારણ કર્યો.  

Post ad 2

દિવ્યાંગ બાળકો ના શિક્ષણ ક્ષેત્રે ભાવનગર ની નટરાજ કોલેજ માં સ્પેશિયલ એજ્યુકેટર તરીકે  બે ડિગ્રી (D.S.E._CP) અને ( C.C.A.) અભ્યાસપ્રાપ્ત કરી . ઈશ્વરીય કાર્ય ને આગળ ધપાવવા મંદબુદ્ધિ સેવા આશ્રમ ટ્રસ્ટ- મોરબી સંસ્થા ની સ્થાપના કરી,  મંદબુદ્ધિ બાળકોની સેવા અને નિ:સહાય સમુદાય ની સેવા એજ સાચી ઈશ્વર સેવા છે તેમ માનીને પોતાએ મંદબુદ્ધિ ના બાળકો માટે જાગૃતિ અભિયાન માટે એક પહેલ કરીને હજારો કિલોમીટર  સાયકલ પ્રવાસ ખેડીને વિજય ભાઇ એ મંદબુદ્ધિના બાળકો માટે ” મિશન ફોર સ્પેશિયલ ચાઈલ્ડ ” જાગૃતિ અભિયાન સરું કર્યું છે. તેને આજ બહોળી સંખ્યામાં પ્રતિસાદ મળી રહ્યો છે સંત પરંપરાથી પ્રેરાય ને માનસિક રૂપે ક્ષતિ ગ્રત બાળકોને ઈશ્વરનું સ્વરૂપ સમજી તેમની હદયપૂર્વક સેવા કરવા માટે પોતાનું જીવન આજે મંદબુદ્ધિના બાળકોની સેવા કરવા માટે સમર્પિત કરીને પોતાના ૪૫ માં જન્મદિવસ નિમિતે સન્યાસોત્સવ તરફ પદાર્પણ કરેલ છે.  “મિશન ફોર સ્પેશિયલ ચિલ્ડ્રન”  જન જાગૃતિ અભિયાન દ્વારા મનો દિવ્યાંગ બાળકોના માતા-પિતા ને મનોવૈજ્ઞાનિક અભિગમ કેળવવા નો સંદેશ આપી વંચિત દરેક મનો વિકલાંગ બાળક સુધી જાગૃતતા કેળવવા માટે સેવાયજ્ઞનો દ્રઢ સંકલ્પ ધારણ કરેલ છે તેમ વિજયભાઈ વ્યાસે જણાવ્યું હતું

 વિજયભાઈ વ્યાસે પોતાના ૪૫ માં જન્મદિવસ પ્રસંગે માં મંગલ મૂર્તિ વિશિષ્ટ બાળકોની શાળા માં મનો દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરી હતી અને બાળકોને આનંદ મળે તેવા કાર્યક્રમનું આયોજન કર્યું હતું 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat