મોરબીના યુવા કવિ રવિ ડાંગરે યુવક મહોત્સવમાં હેટ્રિક લગાવી
સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના યુવક મહોત્સવમાં યુવા કવિ ચમક્યો




તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનીવર્સીટી રાજકોટ ખાતે યોજાયેલા યુવક મહોત્સવમાં મોરબીના યુવા કવિ અને રાજકોટની એમ. ટી. ધમસાણીયા કોમર્સ કોલેજમાં એસ.વાય બીકોમમાં અભ્યાસ કરતા રવિ ડાંગરે ગઝલ લેખન, પાદપૂર્તિ અને ડીબેટ એમ ત્રણ સ્પર્ધામાં ભાગ લીધો હતો જે પૈકી ગઝલ લેખન અને ડીબેટમાં પ્રથમ નંબર તેમજ પાદપૂર્તિમાં તૃતીય નંબર પ્રાપ્ત કરીને હેટ્રિક લગાવી છે. સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના ૪૭ માં યુવક મહોત્સવ મહોત્સવમાં કુલ ૮૪ કોલેજના આશરે ૧૮૦૯ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો જે વિવિધ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં વિજેતા બનીને રવિ ડાંગરે કોલેજ તથા ડાંગર પરિવારનું ગૌરવ વધાર્યું છે.

