મોરબી : લાલપર પાસે મિત્રના બાઈકમાંથી ઉતર્યા બાદ યુવાન ગુમ

મોરબીના લખધીરપુર ગામના રહેવાસી હમીરભાઈ કલોતરાએ પોલીસમાં ગુમસુદા ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેનો દીકરો રણમલ (ઉ.વ.૧૯) તા. ૧૫ ના રોજ તેના મિત્ર મયુરસિંહ ઝાલા સાથે ગયો હતો અને સાંજના સુમારે તે લાલપર પાસે બાઈકમાંથી ઉતર્યો હતો જોકે બાદ માં ઘરે પરત ફર્યો નાં હોય જેથી પરિવારે શોધખોળ ચલાવી હતી છતાં કોઈ પત્તો નહિ લાગતા યુવાન ગુમ થયાની પોલીસમાં જાણ કરી છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat