



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબીના રફાળેશ્વર નજીકથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડ્યો હતો અને પીએમ રીપોર્ટમાં બોથડ પદાર્થનો ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોય તેવું સ્પષ્ટ થતા તાલુકા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીના રફાળેશ્વર ગામના રહેવાસી પારસ ઉર્ફે સુલતાન ગિરધર વાઘેલાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે અજાણ્યો પુરુષ ઉમર અંદાજે ૩૦ થી ૪૦ વાળાને રફાળેશ્વર નજીક અજાણ્યા ઇસમોએ બોથડ પદાર્થ વડે માર મારી મોત નીપજાવ્યું છે મોરબી તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે જોકે મૃતક યુવાનની ઓળખ થઇ નથી જે ઓળખ મેળવવા તેમજ હત્યારાઓને ઝડપી લેવા તાલુકા પીએસઆઈ એમ વી પટેલ વધુ તપાસ ચલાવી રહ્યા છે



