Billboard ad 1150*250

મોરબી : શનાળા બાયપાસ નજીક કાર પાછી લેવા બાબતે યુવાનને માર માર્યો, કારમાં તોડફોડ કરી

0 89
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબીના શનાળા રોડ ભક્તિનગર સર્કલ નજીક કાર પાછી લેવા બાબતે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોચ્યો હતો અને ત્રણ શખ્સોએ યુવાનને માર માર્યો અને કારમાં નુકશાની કરી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

મોરબીના વાવડી પર આવેલ મિલન-૧ સોસાયટીમાં રહેતા અલ્તાફભાઇ ઇન્દ્રીશભાઈ જેડા મોરબીના શનાળા રોડ ભક્તિનગર સર્કલ પાસે બિગબોસ હોટલ સામેથી જમીને પોતાની ઈનોવા કાર જી જે ૩૬ એલ ૭૭૭૦ વાળી આગળ લેતા સામેથી આરોપી મોન્ટુ પલ્લવ રાવલ, જયસુખ મિયાત્રા અને અજાણ્યો માણસ પોતાનો આઈ ટ્વેન્ટી કાર લઈને આવતા આરોપીઓઓએ ફરિયાદી અલ્તાફભાઇને કાર પાછી લેવા બાબતે ગાળો આપી ફરિયાદી અલ્તાફભાઈ તથા સાહેદને ઢીકાપાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ઈનોવા કારના કાચને ઢીકા વડે તેમજ પથ્થરથી તોડી નુકશાની કરી હોવાની ફરિયાદ અલ્તાફભાઈએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
Share This
WhatsApp chat