મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપની શ્રાવણ માસમાં અનોખી સેવા

પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવજીને રીઝવવા માટે, તેમની કૃપા મેળવવા માટે ભાવિકો દૂધ અને જલ અભિષેક કરતા હોય છે. સદીઓથી આ પરંપરા ચાલી આવી છે, તેમાં છેલ્લા પાંચ વર્ષ થી યંગ ઇન્ડિયા ગ્રૂપ એ નવી પહેલ કરેલ છે. સોમવારે શિવલિંગ પર દુગ્ધાભિષેક કરીને મોટી માત્રામાં વહી જતું, વ્યર્થ જતું દૂધ જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડવાનું સેવા કાર્ય હાથ ધર્યું છે.મહાદેવજીની સાંકેતિક પૂજા કરી એ જ દૂધ ગરીબ બાળકોને આપી દેવું જેથી તેમને પણ પોષણક્ષમ આહાર મળી રહે. મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપના યુવાનોએ આ પહેલને આ વર્ષ પણ આગળ ધપવા પ્રયાસ કરી આજે સાંજે  મોરબી શહેર વિસ્તારમાં (દુલૅભ પાર્ટી પ્લોટ સામે, રોકડીયા હનુમાનજી મંદિર અને પરશુરામધામ થી ) જરૂરિયાતમંદ બાળકો ને ભોજન (દૂધપાક અને પુરી શાક સાથેનું સ્વાદિષ્ટ)કરાવી ને શિવ અને જીવ ને રાજી કરવાનું કામ કર્યું હતું  તો અમારા આ કાર્યમાં અપના આશીર્વાદ અને સહયોગ આપતા રેહશ યંગ ઇન્ડિયા ગ્રુપ દવારા “સંવેદના”કાર્યક્રમ હેઠળ શ્રવણ મહિના દર સોમવારે આ કાર્યક્રમ કરીને મહાદેવ ની કૃપા મેળવામાં આવે છે

Comments
Loading...
WhatsApp chat