Billboard ad 1150*250

મોરબી : યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા શહીદ ભગતસિંહનો જન્મદિવસ સંકલ્પ દિવસ તરીકે ઉજવાશે

0 75
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

શહીદ ભગતસિંહના ક્રાંતિકારી વિચારોથી રંગાઈને સામાજિક કાર્યો થકી દેશભાવનાને સતત ઉજાગર કરવા માટે સક્રિય રહેતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહના જન્મદિવસની અનોખી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને કોલેજોમાં યુવાનોને અંગદાન અને દેહદાન કરવા અંગે જાગૃત કરાશે. તેમજ ઇચ્છીત યુવાનો દ્વારા અંગદાન અને દેહદાનનો સંકલ્પ કરી શહીદ ભગતસિંહનો જન્મદિવસ સંકલ્પ દિન તરીકે ઉજવાશે. આ સંકલ્પ દિવસની ઉજવણીમાં મોરબીના દરેક યુવાનોને જોડાવવાની અપીલ કરવામાં આવી છે.

મોરબીમાં સતત પરિવર્તનશીલ સામાજિક કાર્યક્રમો કરીને દેશભાવનાની ચેતના જગાવતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આવતીકાલે તા.28ના રોજ ભારતમાતાના વીર સપૂત શહીદ ભગતસિંહના જન્મદિવસની અનોખી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મોરબીના યુવાનો અંગદાન અને દેહદાન કરવા બાબતે જાગૃત થાય તે માટે યુવાનો દ્વારા અંગદાન અને દેહદનનો સંકલ્પ કરવાના હેતુસર શહીદ ભગતસિંહના જન્મદિવસની સંકલ્પ દિવસ તરીકે ઉજવણી નક્કી કરવામાં આવ્યું છે. જેમાં શનિવારે મોરબીની અગ્રણી કોલેજોમાં યુવાનોને અંગદાન અને દેહદાન માટેના જાગૃત કરવામાં આવશે. તેમજ મૃત્યુ બાદ અંગદાન અને દેહદાન માટે ઇચ્છીત યુવાનો માટે સંકલ્પનો કાર્યક્રમ કાલે શનિવારે સાંજે 6 વાગ્યે મોરબીના સ્કાય મોલ ખાતે યોજાશે. જેમાં ભગતસિંહના જન્મદિવસે મહામૂલી માનવ જિંદગી બચી શકે તે માટે મોટી સંખ્યામાં યુવાનો અંગદાન અને દેહદનનો સંકલ્પ માટે જોડાવા અપીલ કરાઈ છે. ત્યાર બાદ ભગતસિંહની પ્રતિમાને દુધાઅભિષેક કરી વંદન કાર્યક્રમ યોજાશે.

આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ભારતમાતાને ગુલામીની ઝંઝીરોમાંથી મુક્ત કરવા માટે નાનપણથી પ્રબળ દેશભાવના ધરાવતા ભગતસિંહે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. પેઢી દર પેઢી દરેક યુવાનો માટે શહીદ ભગતસિંહનો દેશપ્રેમ પ્રેરણાસ્ત્રોત બની રહેશે. એમનો દેશને આઝાદ કરવાનો દ્રઢ સંકલ્પ હતો એના માટે તેઓ જાતનું બલિદાન દેતા પણ અચકાયા ન હતા. ત્યારે આપણે પણ એમના દેશસેવાના સંકલ્પને અનુસરીએ એના માટે ખાસ કરીને યુવાનોમાં દ્રઢ સંકલ્પ કેળવવાની જરૂર છે. આજે દેશમાં કેટલાય દર્દીઓના અંગો અકસ્માતે અન્ય કોઈ કારણોસર ખરાબ થઈ જવાથી મોતને ભેટે છે જોકે મૃત્યુ બાદ અંગોનું વધુને વધુ દાન થાય તે માટે યુવાનોમાં જાગૃતિની જરૂર છે.જો ભગતસિંહ દેશ માટે મરી મીટવાની ભાવના ધરાવતા હોય તો આપણે તો હાલ અંગોનું દાન કરવા માટે સંકલ્પ લેવાનો છે. અને મૃત્યુ બાદ અંગોનું દાન કરવાનું છે. માટે ભગતસિંહ જેવું કાળજું રાખીને તેમના જ જન્મદિવસ યુવાનો આગળ આવીને અંગો અને દેહદાનનો સંકલ્પ કરે તેવી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat