

મોરબીની પી.જી.પટેલ કોલેજએ અનોખો ચીલો ચીતર્યો છે જેમાં માત્ર શિક્ષણ જ નહિ પરંતુ શિક્ષણની સાથે વિધાર્થીઓના આરોગ્યની પણ કાળજી લેવામાં આવે છે.પી.જી.પટેલના આચાર્યડૉ. રવીન્દ્ર ભટ્ટએ મોરબી ન્યુઝ સાથે ખાસ વાત ચિત દરમિયાન જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં પી.જી.પટેલ એવી એક જ કોલેજ છે જે માત્ર વિશ્વ યોગ દિવસ છે તે નિમિતે ઉજવણી નથી કરતી પરંતુ આ કોલેજની છેલ્લા ૫ વર્ષથી કોલેજની પરંપરા રહી છે કે કોલેજમાં દરરોજ સવારના પ્રાથના બાદ વિધાર્થીઓ સાથે આચાર્ય તથા અધ્યાપકો મળીને ૨૦ મિનીટ યોગ કરી શિક્ષણ કાર્યની શરૂઆત કરવામાં આવે છે.આ પરંપરાની શરૂઆત કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા દ્વારા કરવામાં આવી છે.આવતીકાલના રોજ સવારે 8 વાગ્યે કોલેજમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.