મોરબી યમુનાનગરમાં તસ્કરોના ૩ મકાનમાં ધામા,૧.૫૦ લાખ લઇ છુમંતર

છેલ્લા ધણા દિવસથી મોરબી જીલ્લામાં પોલીસને ખુલ્લો પડકાર ફેકી અલગ-અલગ જગ્યાએ ચોરીને અંજામ આપવામાં આવી રહ્યા છે અને પોલીસની નિષ્ફળ કામગીરી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે.સાતમ-આઠમ  નાં તહેવાર પર મોરબી જીલ્લામાં તસ્કરો સક્રિય બનતા મોરબીવાસીઓની ઉંધ હરામ બની છે.છેલ્લા થોડા સમયમાં ચોરીના બનવા વધતા મોરબી પોલીસ ધોર નિદ્રામાં સુતી હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે મોરબીમાં વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે મોરબીમાં નવલખી રોડ પર આવેલ યમુના નગર માં તસ્કરોએ ગતરાત્રીના ૩ મકાનમાં ધામા નાખ્યા હતા.

મળતી વિગત મુજબ મોરબી નવલખી રોડ પર આવેલ યમુના નગર સોસાયટીમાં રણધીરભાઈ અમુભાઈ ડાંગરના ઘરના તાળા તોડી તસ્કરોએ પેટી પલંગમા રાખેલ રોકડ રકમ ૯૫૦૦૦ અને સોનાના દાગીના કિમત ૫૦૦૦ જયારે તેની બાજુમાં રહેતા જયેશભાઈના મકાનમાંથી ૧૦૦૦૦ની રોકડ તથા ૧૫૦૦૦ના સોનાના દાગીના તેમજ મહેશ્ગીરીના મકાનમાંથી ૧૦૦૦૦ રોકડ સહિત ૧૫૦૦૦ના સોના-ચાંદીના દાગીના સહિત કુલ મળીને ૧,૫૦૦૦૦ ના મુદામાલની ચોરી કરી ગયાની ફરિયાદ રણધીરભાઈ અમુભાઈ ડાંગરએ મોરબી બી.ડીવીઝનમાં નોધાવી છે.મોરબી બી.ડીવીઝન પોલીસે ચોરીનો ગુનો નોંધી તસ્કરોને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

Comments
Loading...
WhatsApp chat