મોરબી: જાહેરમાં વર્લીફીચરનો જુગાર રમતો એક ઈસમ ઝડપાયો, અન્યની શોધખોળ શરુ

મોરબીમાં ભડીયાદ કાંટા પાસેથી જાહેરમાં વર્લીફીચરનો જુગાર રમતો એક ઈસમ પોલીસના દરોડામાં ઝડપાયો હતો જયારે તેના સાગરીત સકંજામાં લેવા માટે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર એલ.સી.બી. પી આઈ એમ આર ગોઢાંણીયાની સુચનાથી પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી,એન.એચ.ચુડાસમાતથા એલ.સી.બી. સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન PC ભગીરથસિંહ ઝાલા તથા PC સંજયભાઇ રાઠોડને સંયુકતમાં બાતમી મળી હતી કે, ભડીયાદ કાંટા પાસેથી જાહેરમાં વર્લીફીચરનો જુગાર રમાય છે. જેના આધારે એલ.સી.બી.પોલીસે મોરબી-ર ભડીયાદ કાંટા પાસે દરોડો પાડતા આરોપી અકબરઅલી ઝાફરઅલી ખોજ વર્લી સાહિત્ય તથા રોકડ રકમ રૂ.૧૦,૬૦૦/- ના મુદામાલ સાથે રંગે હાથ ઝડપાયો હતો. જ્યારે પોલીસ તપાસમાં તેના સાગરીત અફઝલ ઉર્ફે જલો અકબરભાઇ સિપાઇનું નામ ખુલતા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. અને
બંને ઇસમો વિરૂધ્ધ જુગારધારા કલમ ૧૨ (અ )મુજબ મોરબી સીટી બી ડિવી. પો.સ્ટે. ખાતે ગુનો દાખલ કરાવી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.

આ કામગીરીમાં એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા,તથા HC ચંદુભાઇ કાણોતરા, નિરવભાઇ મકવાણા તથા PC ભરતભાઇ જીલરીયા, દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલા, ભરતસિંહ ડાભી, સંજયભાઇ રાઠોડ સહિતના પોલીસકર્મી જોડાયા હતા.

Comments
Loading...
WhatsApp chat