Billboard ad 1150*250

મોરબી : ચહેરાને ચમકાવતી અદ્યતન ક્યુ સ્વીચ લેસર ટેકનોલોજી અંગે વર્કશોપ યોજાયો

0 133
Post ad 1

  તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

         આધુનિક સમયમા પ્રદુષણનુ પ્રમાણ વધી રહ્યુ છે જેની ગંભીર અસરો માનવીના સ્વાસ્થ્ય પર પડી રહી છે તે ઉપરાંત, પ્રદુષણ તથા સૂર્ય દેવના પ્રકોપને કારણે માનવીના ચહેરાની સુંદરતા તથા ચમક દુર થઈ રહી છે. ચહેરાને કાળાશનુ ગ્રહણ લાગી રહ્યુ છે, તે ઉપરાંત ઘણા લોકોને ચહેરા પર જન્મજાત ડાઘ,તલ, લાખ, દાઝના ડાઘ તેમજ અકસ્માતના લીધે થતા ડાઘ પણ જોવા મળે છે. આ બધી જ સમસ્યાઓથી છુટકારો આપતી અને ચહેરા પરની કાળાશ દુર કરતી ક્યુ સ્વીચ લેસર ટેકનોલોજી અંગે વર્કશોપ મોરબીના સ્પર્શ કિલનીક એપલ હોસ્પિટલ ખાતે યોજાયો હતો. આ ટેકનોલોજીની ખાસિયત અે છે કે, તેની કોઈ આડઅસર થતી નથી.

Post ad 2
Post ad 3

          વર્કશોપનુ આયોજન મોરબીના જાણીતા ડો. જયેશ સનારીયા તથા જુનાગઢના ડો. પિયુષ બોરખતરીયા દ્વારા કરવામા આવ્યુ હતુ. મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાના હસ્તે ઉદ્ઘાટન કરવામા આવ્યુ હતુ. આ તકે ડો.કરણરાજ વાઘેલા એ જણાવ્યુ હતુ કે આજ ના ઘણા યુવાનો પોતાના ચહેરા ની સમસ્યાઓ ના લીધે માનસિક યાતનાઓ ભોગવતા હોય છે, તેમની હતાશા નુ એક કારણ ચહેરા ની સુંદરતા નો અભાવ છે તે દરેક લોકો માટે આ ટેેકનોલોજી આશિર્વાદ સમાન બની રહેશે. આ વર્કશોપમા સુરતના ડો.યોગેશ ભીંગરાડીયા તથા ડો. મહેશ પટેલ, રાજકોટના ડો. ભાવેશ દેવાણી, પાટણના ડો.ધનંજય પ્રજાપતિ, જુનાગઢના ડો. પિયુષ બોરખતરીયા,મોરબીના ડો.જયેશ સનારીયા  એ ચહેરાને સુંદરતા બક્ષતી, ચહેરા પરની કાળાશ તથા ડાઘ દુર કરતી ક્યુ લેસર ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. આ તકે સમગ્ર ગુજરાતના ખ્યાતનામ ચર્મરોગના નિષ્ણાંત તબિબો હાજર રહ્યા હતા, તે ઉપરાંત ઈન્ડીયન મેડીકલ એસોશિયેશન મોરબી બ્રાંચના પ્રમુખ ડો. જયેશ પનારા તથા સેક્રેટરી ડો. ચિરાગ અઘારા ઉપરાંત એપલ હોસ્પીટલના ડોક્ટર્સ તેમજ સ્ટાફ મિત્રો, પિરામિડ લેસરના ડાયરેક્ટર રાકેશ ભાઈ સહીતના મહાનુભવો એ ઉપસ્થિત રહી પોતાનુ યોગદાન આપ્યુ હતુ. ઈન્ડીયન મેડીકલ એસોશિયેન-મોરબી બ્રાંચ ના પ્રમુખ ડો. જયેશ પનારા એ જણાવ્યુ હતુ કે તન તથા ચહેરા ની સુંદરતા માટે આહાર તેમજ જીવનશૈલી જવાબદાર પરિબળ છે. માટે તન મન ની તંદુરસ્તી તેમજ સુંદરતા માટે સમતોલ તેમજ પૌષ્ટીક આહાર ઉપરાંત યોગ પ્રાણાયામ તરફ અભિમુખ થવા બાબતે ભાર મુક્યો હતો.આ વર્કશોપમા બહોળી સંખ્યામા દર્દીઓ પર સફળતાપૂર્વક નિ:શુલ્ક પરિક્ષણ પણ કરવામા આવ્યુ હતુ.

          ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમા છેલ્લા ૧૨ વર્ષ થી ચર્મરોગના નિષ્ણાંત તરીકે સેવા આપતા ડો. જયેશ સનારીયાની સ્પર્શ કિલનીક ને વર્ષ ૨૦૧૫-૧૬ મા આઈ.એમ.એ. ગુજરાત બ્રાંચ દ્વારા બેસ્ટ ક્લીનીક એવોર્ડ, વર્ષ ૨૦૧૭-૧૮ મા સમગ્ર ગુજરાત રાજ્યમા બેસ્ટ સોશિયલ  સર્વિસ એવોર્ડ, વર્ષ ૨૦૧૭-૧૮ મા મોરબી બ્રાંચ દ્વારા બેસ્ટ એકેડેમિશન એવોર્ડ એનાયત કરવામા આવ્યો હતો. તે ઉપરાંત મોરબીની સ્પર્શ ક્લીનીક ખાતે આજ થી ૨ વર્ષ પહેલા માથા પરની ટાલ દુર કરતી હેર ટ્રાસ્પ્લાન્ટ ટેકનોલોજીનો વર્કશોપ યોજાયો હતો. ત્યારથી આજ દીન સુધી ઘણા લોકોએ સ્પર્શ ક્લીનીક ખાતે ડો. જયેશ સનારિયા પાસે સફળતાપૂર્વક હેર ટ્રાસ્પ્લાન્ટ કરાવી માથા પરની ટાળ દુર કરી જીવંત વાળને પ્રત્યારોપિત કરાવ્યા છે. ત્યારે ચહેરા પરની કાળાશ દુર કરતી તથા કુદરતી સૌંદર્ય બક્ષતી ક્યુ સ્વિચ લેસર ટેકનોલોજી અંગે મોરબી ખાતે યોજાયેલ વર્કશોપ એ સમગ્ર મોરબી માટે ગૌરવની બાબત છે. આગામી સમયમા મોરબી સ્પર્શ ક્લિનિક , એપલ હોસ્પીટલ ખાતે આ ટેકનોલોજી અંગે વિનામુલ્યે કેમ્પનુ આયોજન કરવામા આવશે તેમ ડો. જયેશ સનારીયા એ અંત મા જણાવ્યુ હતુ.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat