



મોરબી શહેરમાં મોરબી-ર સામા કાંઠા વિસ્તારમાં સ્પીડ બ્રેકર મુકવા બાબતે સામાજીક કાર્યકર મહાદેવભાઇ ગોહેલે નગરપાલિકાના ચીફ ઓફીસરને પત્ર લખી લેખિતમાં રજુઆત કરી હતી.
જેમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબી-ર સામા કાંઠા વિસ્તાર માં મહારાણા પ્રતાપ સર્કલ, મહેન્દ્રનગર રોડ, ગોપાલ સોસાયટી સામે તથા નટરાજ ફાટક પાસે અવાર નવાર અકસ્માતો થતા હોય દરેક જગ્યાએ સ્પીડ બ્રેકર મુકવા અમોની માંગણી છે. મોરબીમાં સામા કાંઠા વિસ્તારમાં સીરામીક ઉધોગને કારણે સવારે તથા સાંજનાં સમયે મોટા પ્રમાણમાં ટ્રાફીક રહેતો હોય, અહિં દર-રોજ નાના-મોટા અકસ્માતો સર્જાય છે. નાગરીકો ને ભારે વાહન ની અવર જવર ને કારણે રસ્તો ઓળંગવામાં ખુબ જ મુશ્કેલી પડે છે. જેના કારણે અકસ્માતો સર્જાતા હોય, આ વિસ્તારોમાં સ્પીડ બ્રેકર મુકવાની માંગ છે

