



મોરબીમાં અપમૃત્યુના બનાવોમાં દિન-પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. જ્યાં તાજેતરમાં સિરામીક ફેકટરીમાં શ્રમીકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. હાલ મોરબી સીટી બી ડિવીઝન પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ત્રાજપર ચોકડી નજીક આવેલ અનિલ સિરામીક ફેકટરીમાં કામ કરતા રામદયાલ શાહ નામના શ્રમિકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું હતું. જેને પગલે તેને મોરબીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.આ મુદ્દે મોરબી સીટી બી ડિવીઝન પોલીસે સી.આર.પી,સી કલમ-૧૭૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

