


મોરબીના જીલ્લા ક્ષય કેન્દ્રના કર્મચારીએ કામ બાબતે સુચના આપતા જુનિયર કર્મચારીઓને સારું નહિ લાગતા આરોપી બે શખ્શોએ માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના રહેવાસી લાલચંદભાઈ ટહેલચંદભાઈ આથલાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે જીલ્લા ક્ષય કેન્દ્ર મોરબીમાં નોકરી કરતા હોય અને આરોપી અંકિત પરમાર રહે. મોરબી અને પીયુષ જોષી રહે. રાજકોટ એ બંને હંગામી ધોરણે નોકરી કરતા હોય જેથી ફરિયાદીએ આરોપીઓને ઉપરથી આવતી સૂચનાઓનો અમલ કરવા કહેતા સારું નહિ લાગતા ગાળો બોલી ઝપાઝપી કરી આરોપી પીયુષ જોષીએ લાલચંદભાઈ આથલાણીને ડાબા હાથમાં ધોકા વડે માર માર્યાની ફરિયાદ નોંધાવી છે બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

