મોરબી : ભાજપ નેતા ભાનુશાલી સામે કાર્યવાહીની માંગ સાથે મહિલા કોંગ્રેસે આવેદન પાઠવ્યું

ભાજપ નેતા સામે મહિલાએ શોષણના અને દુષ્કર્મના જે ગંભીર આરોપ લગાવ્યા છે અને આ મામલે વિપક્ષ પણ સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહ્યું છે ત્યારે આજે મોરબી જીલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું છે.

મોરબી જીલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ પ્રમુખ સુમીતાબહેન લોરિયાની આગેવાનીમાં જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે તાજેતરમાં ભાજપના નેતા ભાનુશાળીના કરતુત સામે આવેલ છે. તેને એક મહિલાનું શોષણ કરીં ગુજરાતની અસ્મિતાને કલંક લગાડેલ છે. હવે મહિલા ઉપર અપકૃત્ય, બળાત્કાર જેવા બનાવો ડામવામાં સરકાર નિષ્ક્રિયતા સહન કરી લ્યે અને જવાબદાર અધિકારીઓ આ બાબત ગંભીરતાથી લે તેવી માંગણી કરી છે.

તેમજ આ બાબતે યોગ્ય પગલા લેવામાં નહિ આવે તો અગામી દિવસોમાં આંદોલન તથા દેખાવો યોજવાની ચીમકી મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉચ્ચારવામાં આવી છે ભાજપ નેતા દુષ્કર્મ મામલે વિપક્ષ સરકાર સામે મોરચો માંડ્યો છે જેમાં આજે મહિલા કોંગ્રેસ દ્વારા મોરબીમાં આવેદન પાઠવી મહિલા શોષણ તેમજ દુષ્કર્મના આરોપીને સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી

Comments
Loading...
WhatsApp chat