Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોંઘવારીના વિરોધમાં આવતીકાલે ભારત બંધના એલાનમાં મોરબી જોડાશે

જીલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ બંધ, વિરોધ કરી સુત્રોચ્ચાર કરાશે

વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ અને મોંઘવારીના વિરોધમાં વિપક્ષ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે સોમવારે ભારત બંધના એલાનમાં મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ બંધમાં જોડાશે

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતબંધના એલાન સાથે મોરબી બંધમાં જોડાશે તેવી જાહેરાત કરવામાં આવી છે જેમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની આગેવાનીમાં કોંગ્રેસ સમિતિ બંધમાં જોડાશે અને મોરબીની મુખ્ય બજારોને બંધમાં જોડાવવા અપીલ કરાશે અને મોંઘવારીનો વિરોધ કરવામાં આવશે

Comments
Loading...
WhatsApp chat