Billboard ad 1150*250

મોરબી : ખાડા ખોદવામાં માહેર તંત્ર ખાડો ખોદીને ભૂલી કેમ જાય છે ?

0 88
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી શહેરનાં ગૌતમ હોલ પાસે તંત્ર દ્વારા ખોદવામાં આવેલા ભુગર્ભ ગટરના ખાડાને બુરવા અંગે સ્થાનિકોએ રવાપર-મોરબીના સરપંચ અને તલાટી કમ મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.

સ્થાનિકોએ રજુઆતમાં જણાવ્યું છે કે માધવ હિલ્સ એપાર્ટમેન્ટની બહાર રાહદારી રસ્તામાં ભુગર્ભ ગટરનો ખાડો ખોદવામાં આવ્યો છે. જેને આજે ૪૫ થી ૫૦ દિવસ વિતવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી. ખાડામાં પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છર અને જીવાતોનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેના કારણે લોકો બિમાર પડી રહ્યાં છે. આ સાથે જ ખાડાના કારણે અકસ્માતના બનાવોમાં પણ સતત વધારો થયો છે. તંત્રને અનેક વખત મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી સ્થાનિક રહેવાસીઓને તંત્રએ ખોદેલા ખાડા બુરવા  પડે તેવી સ્થિતિ ઉદભવી છે તો તંત્રની બેદરકાર નીતિને પગલે સ્થાનિકોમાં રોષ ભભૂકી રહ્યો છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat