મોરબી : દલિત આગેવાને કેમ આપી કલેકટર કચેરીએ આત્મવિલોપન ચીમકી ?

મોરબીની કલેકટર કચેરી ખાતે થોડા દિવસો પૂર્વે બે દલિત આગેવાનો વચ્ચે બઘડાટી બોલી હાતી અને આ બે દલિત આગેવાનો વચ્ચે લાંબા સમયથી ડખ્ખો ચાલતો હોય જેમાં તાજેતરમાં દલિત આગેવાન અને સામાજિક કાર્યકર દ્વારા ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઇસમ સામે કાર્યવાહી ના કરાય તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

મોરબીના પીપળી ગામના રહેવાસી ગૌતમ અંબાલીયાએ રાજ્યપાલ અને જીલ્લા કલેકટરને લેખિત આવેદનપત્રમાં જણાવ્યું છે કે ટંકારાના સાવડી ગામના નાગજી ચૌહાણ ઉર્ફે પાગા વિરુદ્ધ ૨૮-૧૦-૧૬ ના રોજ તાલુકા પોલીસમાં અને તા. ૧૮-૦૯-૧૭ ના બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ છતાં આજદિન સુધી તેની ધરપકડ થઇ નથી અને આ ઇસમ કાયદાની એસીતેસી કરી મનમાની ચલાવે છે.

તેમજ અરજદારે તાલુકા પોલીસ સ્ટેશનમાં ૨૮-૧૦-૧૬ ના રોજ નાગજી ચૌહાણ વિરુદ્ધ કરી હતી જેમાં સાક્ષીરૂપે નાનજીભાઈ સારેસા હોય જેની સાક્ષીમાંથી તોડવા બી ડીવીઝનમાં ખોટી ફરિયાદ કરેલ છે માથાભારે નાગજી ચૌહાણ ઉર્ફે પાગાની બોલવાની સ્ટાઈલ મીઠી હોવાથી તે ભોળી બહેન દીકરીઓને લલચાવી ફોસલાવી મોહ્જાળમાં ફસાવી બ્લેકમેઈલ કરી શોષણ કરે છે ત્યારે આ નરાધમ સામે પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી

જેથી નાગજી ચૌહાણ અને તેની ટોળકીની તાત્કાલિક ધરપકડ કરી ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવે અન્યથા આગામી તા. ૨૬-૦૩-૧૮ ના રોજ ૧૧ થી ૨ ના સમયગાળામાં ઝેરી દવા અથવા કેરોસીન છાંટી આત્મવિલોપન કરીશ જેની જવાબદારી નાગજી ચૌહાણ અને તેની ટોળકીની રહેશે તેમજ પોલીસ ખાતાની રહેશે તેમ પણ જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat