મોરબી : સ્પોર્ટ ઇન્જરી થાય ત્યારે શું કરવું ? જાણો કોચ નિશાંત જાની પાસેથી…

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી: સ્પોર્ટ દરમિયાન ઘણી વખત નાની મોટી ઇન્જરી થતી હોય છે. ત્યારે આ ઇન્જરી નિવારવા માટે શું કરવું જોઈએ તેના માટે નિશાંત જાનીએ વિશેષમાં જણાવ્યું છે. નિશાંત જાનીનું કહેવું છે કે જ્યારે પણ કોઈને કંઈ વાગે તો આપણે તરત ગરમ પાણીથી શેક કરીએ છીએ પણ એ ખોટું છે. જ્યારે પણ તમને વાગે અથવા તું સુજન આવી જાય તો હંમેશા આઈસ બેગમાં આઈસ ના ટુકડા નાખો અને એનાથી શેક કરો જેને સ્પોર્ટ લેંગ્વેજમાં આઈસીંગ કહેવાય.

જ્યારે પણ તમને વાગે અથવા તો સુજન આવી જાય ત્યારે 48 કલાક સુધી દિવસમાં ચારથી પાંચ વખત 20થી 25 મિનિટ સુધી આઈસિંગ કરી શકો છો. જેનાથી તે રિકવર થઇ શકે છે અને જો 48 કલાકમાં રીકવર ના થાય તો તમે બીજી ટ્રીટમેન્ટ કરી શકો છો જેમ કે ગરમ પાણી થી નહાવું. આમ જો આઈસીંગ લેવામાં આવે તો મસલ્સ ઝડપથી રિકવર થઇ શકે છે પરંતુ જો ગરમ પાણીનું બાથ લેવામાં આવે તો મસલ ઉપર ઊંઘી અસર થઈ શકે છે. જેથી સૌપ્રથમ આઈસીંગ ને ફર્સ્ટ એડ તરીકે યુઝ કરવું જોઈએ. જ્યાં તમને વાગેલું હોય ત્યાં થી બ્લડ નીકળતું હોય તો તે જગ્યા ને પહેલા કવર કરી ત્યારબાદ તેની આસપાસની જગ્યા પર આઈસિંગ કરી શકો છો જેનાથી તમને ઘણો ફાયદો થશે.

Comments
Loading...
WhatsApp chat