Billboard ad 1150*250

મોરબી : વેપારીને છેતરપીંડીથી બચવા શું કરવું ? સિરામિક એસોએ આપી અગત્યની સુચના

0 197
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

અગત્યની સૂચના અને છેતરપિંડીથી બચવા માટેની માહિતી

Post ad 2
Post ad 3

સસ્તા માલ લેવાની લાલચમાં બોગસ ટ્રેડર્સ/ વેપારી પાસેથી લીધેલ સીરામીક ટાઇલ્સમાં ફસાયેલ અમીન ઉર્ફે આમીન શાબુદીનભાઇ ખોજાની મેંગ્લોર (કર્ણાટક) ટાઇલ્સ ડિપો (મેંગ્લોર- મેસૂર – સીમોગા ) વાળા ઉપર થયેલ પોલીસ કેસમાં ફરિયાદી સાથે સમાધાન બાદ છુટકારો થયો હતો 

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ અમીનભાઇએ આ માલ મોરબીના એક બોગસ વેપારી પાસેથી લીધેલ અને આ બોગસ વેપારીએ કેતન પાસેથી લીધેલ અને આ આરોપી કેતન ઉપર ત્રણ વર્ષ પહેલા કેસ થયેલ અને તે ઘણા સમય સુધી જેલમાં પણ હતો. કેતન ઉપર સોનેક્સ ટાઇલ્સ પ્રા.લી. ના માલિક રવિભાઈ અમૃતિયા એ ત્રણ વર્ષ પહેલા ફરિયાદ કરેલ અને તેના આધારે તેમની ધરપકડ  થયેલ.  અમીનભાઈ દ્વારા આ માલ ટ્રેડર્સ પાસેથી સસ્તામાં લીધેલ અને સસ્તાની લાલચે ફસાયો હતો જેથી કેસનો સામનો કરવો પડ્યો ત્યારે સીરામીક ઉદ્યોગ સાથે જોડાયેલ વેપારીઓને આવા સસ્તામાં માલ આપનાર વેપારીઓથી સાવચેત રહેવા માટે આ કિસ્સો આંખ ઉઘાડનાર છે.

        ભારતના તમામ સીરામીકના વેપારીઓએ મોરબીના અમુક બોગસ ટ્રેડસો પાસે માલ લેતા પહેલા ચેતવા જેવું છે નહીંતર તમે જો તેવા ચીટર પાસેથી માલ લીધો હશે તો અમીનભાઈની જેમ કાયદા માં ફસાવવું પડશે. આવા ચીટર વેપારીઓ ફેક્ટરી પાસેથી ચેક આપીને બાકીમાં માલ બિલમાં લઇ જાય છે અને ત્યાં ટેક્સની સાથે સસ્તી કિંમતમાં માલ રોકડથી વેચી નાખતા હોય છે. ત્યારે આવા સસ્તા માલની લાલચમાં અમીનભાઈની જેમ કાયદાકીય ગુન્હામાં નિર્દોષ રીતે સારા વેપારીઓ ફસાતા હોય છે. ત્યારે ખાસ કરીને માલની ખરીદી કરતા પહેલા તે સીરામીક ટાઇલ્સ ફક્ત બિલથી લેવી અને તેને પેમેન્ટ પણ બેંક થી જ કરવું જોઈએ અને જે તે વેપારી કે કંપનીની તપાસ કરીને જ માલ ખરીદવો જોઈએ તેવું મોરબી સીરામીક એસોસિએશનની યાદીમાં જણાવવામાં આવે છે.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat