વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ૨ દેશી પિસ્તોલ સાથે શખ્સને LCB જડ્પ્યો

૧૦ જીવતા કાર્ટીસ સાથે રૂપિયા ૮૩ હજારનો મુદામાલ કબજે કર્યા

મોરબી જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ ની માર્ગદર્શન હેઠળ જીલ્લામાં મિલકત અને શરીર સબધીત ગુના ઉકેલવા માટે લોકલ ક્રાઈમ બ્રાંચના ઇન્ચાર્જ પી.આઈ ભરતસિંહ પરમાર , જયવંતસિંહ ગોહિલ, સંજય આહીર, રાજુ ગઢવી, ભરત મિયાત્રા, નંદલાલ વરમોરા સહિતનો સ્ટાફ વાંકાનેર પાસે  પેટ્રોલીગ માં હતા ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે મળેલી બાતમીના આધરે ઈમાનસીગ ભગુસીંગ ભીલ એમ.પી. વાળા શખ્સ ને રોકી તેની તલાશી લેતા તેની પાસેથી ૨ દેશી બનાવટની પિસ્તોલ,૨ મેગઝીન, ૧૦ કાર્ટીસ સહિત રૂપિયા ૮૩ હજાર જેટલો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો જેમાં આ પિસ્તોલ ક્યાંથી આવી અને શા માટે પિસ્તોલ રાખી હતી તેની વધુ વિગત મેળવા તેના રિમાન્ડ સાથે કોર્ટમાં રજુ કરવામાં આવશે જેની વધુ તપાસ વિક્રમસિંહ બોરણા ચલાવી રહ્યા છે અને વાંકાનેર તાલુકા પોલીસ મથકે ગુનો નોધવામાં આવ્યો છે

 

Comments
Loading...
WhatsApp chat