વાંકાનેરની એસ.બી.આઈ. બેંકમાંથી ગઠીયો ખાતેદારના રૂપિયા ૬૫ હજાર સેરવી ગયો

ખાતેદાર પોલીસ ફરિયાદ નોધાવી

પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ વાંકાનેર પલાસડી ગામે રેહતા અબ્દુલભાઈ વઘાલીયા વાંકાનેરમાં પ્રતાપ રોડ પર આવેલી એસ.બી.આઈ. બેંકમાં રૂપિયા જમા કરવા ગયા હતા ત્યારે તેમના હાથમાં રેહલી પ્લાસ્ટિક ની થેલીમાંથી ગઠીયા તેમેની નજર ચૂકવી થેલી માં ચીરો કરી ને તેમાં રેહલા રૂપિયા ૬૫ હજારની રકમ સેરવી ગયો છે જે બાબતે અબ્દુલભાઈ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે જેની વધુ તપાસ ઇન્ચાર્જ પી.આઈ. કે.બી.જાડેજા ચલાવી રહ્યા છે તો સુત્રોમાંથી મળતી વિગત મુજબ ગઠીયો બેંકના સી.સી.ટી.વી માં કેદ થયો છે

Comments
Loading...
WhatsApp chat