વાંકાનેરમાં પોલીસે રેઈડ પાડી 56 લીટર દેશી દારૂ પકડ્યો

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોર્ડ પ્રોહીબિશન કેસમાં ઠેર ઠેર વોચ ગોઠવી છે. જેમાં વાંકાનેર વિસ્તારમાં ઇન્ચાર્જ પીએસઆઇ બી.આર.પરમારની સૂચનાથી એલસીબીના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા, મદારસિંહ મોરી, કૌશિકભાઈ મારવાણીયા, અશોકસિંહ ચુડાસમા પેરોલ ફરલોના ચંદ્રકાન્તભાઈ વામજાએ વાંકાનેર નવપરા બેદીપરા ઈંટોના ભટ્ટા પાસે રેઈડ પાડી હતી. જ્યાં 56 લીટર દેશી દારૂ સાથે રહીમ ઉર્ફ રમેશ સલીમભાઈ સંધીને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat