


મોરબીની એલ.ઈ.કોલેજ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે મતદાન જાગૃતિ બાબતે રંગોળી બનાવવામાં આવી હતી. મતદારોને સરળ ભાષામાં સંદેશ પહોંચે તે રીતે “VOTE FOR DEMOCRACY” વિધાન સાથે સરસ રંગોળી બનાવવામાં આવી હતી. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીનો એક હેતુ મતદારોને જાગૃત કરવાનો છે ત્યારે મતદાર જાગૃતિ માટે આ વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

