વિશ્વ હિંદુ પરિષદે જુદા-જુદા પ્રશ્નો મામલે કલેકટરને રજૂઆત કરી

મોરબી વિશ્વ હિંદુ પરિષદ દ્વારા જીલ્લા કલેકટરને જુદા-જુદા પ્રશ્નો મામલે લેખિતમાં રજૂઆત કરાઈ છે.જેમાં શ્રાવણ માસમાં પાંચ સોમવાર અને ઉત્સાવોમાં  કતલખાના બંધ કરાવવા,લીલાપર રોડ પર હોથી પીર પાસે ગેરકાયદેસર બાંધકામ બંધ કરાવવું,લાયસન્સ વગરના ગેરકાયદેસર કતલખાના ત્વરિત બંધ કરાવવા,મસ્જીદ પર માઈક વાગે છે તેની પરમીશન આપેલ છે કે કેમ?મંજુરી વગરના માઈક બંધ કરાવવા,બજારોમાં જ્યાં ત્યાં માંસાહારી વસ્તુઓ મળે છે જેથી તંદ્દુરસ્તીને હાનીકારક છે તે ત્વરિત બંધ કરાવવા,કાલિકા પ્લોટમાં નગરપાલિકાના પવડીના ડેલામાં સીલ મારેલ નથી,પંચના મુહરી જુનું બાંધકામ તોડવું,ગેરકાયદેસર દારૂના પીઠાઓ જીલ્લામાં છે તે તાત્કાલિકના ધોરણે બંધ કરાવવા જેવી માંગણી કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat