



તાજેતરમાં અમરનાથ યાત્રામાં જતા યાત્રાળુ પર થયેલા આતંકી હુમલાથી સમગ્ર દેશમાં આતંકવાદ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીના વિશ્વ હિંદુ પરિષદના સેક્રેટરી નિર્મિત કક્કડએ આતંકવાદ સામે વહેલી તકે પગલા લેવા પી.એમ મોર્દીને ઈ-મેઈલ દ્વારા રજૂઆત કરી છે.
અમરનાથના દર્શનાર્થે જતા યાત્રાળુ પર અત્યાર સુધી ત્રણ વાર આવા આતંકી હુમલાઓ થયા છે. આ વખતે ગુજરાતી યાત્રાળુને નિશાન બનાવવામાં આવ્યા હતા. આવા આતંકી હુમલા વારંવાર થયા કરે છે. તેથી આતંકવાદીઓ સામે પગલા લેવા મોરબીના નિર્મિત કક્કડએ ઈ- મેઈલમાં જણાવ્યું હતું કે, અમરનાથની યાત્રા હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર યાત્રા માનવામાં આવે છે. તેથી આતંકીઓ એ માત્ર યાત્રા પર જતી બસ પર હુમલો નથી કર્યો પરંતુ સમગ્ર હિંદુ ધર્મના લોકોની આસ્થાને ઠેસ પહોચાડી છે. તેથી વારંવાર થતા આવા હુમલા સામે પી.એમ. નરેન્દ્ર મોદીને આતંકવાદીઓ સામે સમયસર પગલા લેવાની માંગ કરી છે. અને વધુમાં જણાવે છેકે, કાશ્મીરમાં ૩૭૦ની કલામને નાબુત કરવા, અયોધ્યા રામ મંદિરના બાંધકામનું કાર્ય ફરી શરૂ કરવા તેમજ દેશમાં થતી ગૌહત્યાને રોકવા માટે નિર્મિત કક્કડએ નરેન્દ્ર મોદીને ઈ-મેઈલ દ્વારા રજૂઆત કરી છે.

