મોરબીના વીસીપરામાં ભારે વરસાદના કારણે મકાન ધરાસાઈ થતા તંત્ર દ્વારા તાત્કાલિક સહાય ચૂકવાઈ

મોરબીના વીસી પરા નજીક રણછોડ નગર મેઈન રોડ પર રહેતા રોશનબેન નું મકાન ભારે વરસાદના કારણે ધરસાઈ થયું હતું. અતિભારે વરસાદ ના કારણે મકાન પડી જવાની માહિતી જિલ્લા કલેક્ટર આઈ કે પટેલ ને મળતા તાત્કાલિક આ મકાન નું સર્વે કરવાનો આદેશ આપતા પાલિકા દ્વારા મકાનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મકાન માલિક રોશનબેન ને તાત્કાલિક રોકડ સહાય કરવામાં આવી હતી અને મકાન નુક્શાનીનો અંદાજ લગાવ્યા બાદ તેની સહાય ચુકવવામાં ની ખાત્રી આપવામાં આવી છે. મકાન પડી ગયા બાદ તાત્કાલિક ધોરણે સહાય કરવામાં આવતા વહીવટી તંત્ર નો રોશનબેને હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

Comments
Loading...
WhatsApp chat