વિસીપરામાં રહેણાંક મકાનમાંથી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

પોલીસ પાસેથી મળતી વિગત મુજબ મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલ શાંતિવન સોસાયટીના ભરવાડ વાસમાં રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડીને રાખેલો હોવાની બાતમીને આધારે બી ડીવીઝન પીએસઆઈ સહિતના સ્ટાફે સ્થળ પર દરોડો કરતા આરોપી કમલેશ રબારીના મકાનમાંથી ૪૪૭ નંગ વિદેશી દારૂની બોટલ તેમજ ૧૨૦ નંગ બીયર જથ્થો અને એકટીવા મળી આવતા પોલીસે ૧,૭૧,૦૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો હતો અને આરોપીની અટકાયત કરવામાં આવી છે તેમજ અન્ય આરોપી અજય ઉર્ફે અજ્લો મુન્નાભાઈ જોરિયા (ઉ.વ.૨૩) રહે. રણછોડનગર વાળાનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા આરોપીએ ઈંગ્લીશ દારૂ-બીયરનો જથ્થો કોની પાસેથી મેળવ્યો હતો અને કોને વેચવા માટે જવાનો હતો તે અંગે પોલીસે વધુ તપાસ ચલાવી છે.

 

 

Comments
Loading...
WhatsApp chat