તંત્રની રાહે બેસવાને બદલે ગ્રામજનોએ શ્રમયજ્ઞ થકી જાતે જ તળાવ રીપેર કર્યું

મોરબીમાં ગઈકાલે વરસેલા અંધારાધાર વરસાદના લીધે મોરબીના વીરપર ગામનું તળાવ તૂટતા તળાવનું પાણી ગામમાં ફરી વર્યું હતું. જેના લીધે ગ્રામજનોને ભારે મુશ્કેલી સહન કરવી પડી હતી. બાદમાં ગામના લોકોએ તંત્રને જાણ કર્યા બાદ ગ્રામજનોને તંત્રની રાહે બેસવા કરતા હાથે જ તળાવનું રિપેરિંગ કામ હાથ ધર્યું.

મોરબી જિલ્લાના વીરપર ગામે વરસાદના કારણે ગામનું તળાવ તૂટી જતા બધું પાણી ગામમાં આવી ગયું હતું. જેથી ગ્રામજનોએ તંત્રને જાણ કરી પરંતુ તંત્રની રાહ પર બેસવાના બદલે ગ્રામજનોએ આજ સવારથી તળાવ સાંધવાનું કામ ગામ લોકોએ જાતે હાથ ધર્યું હતું. જેમાં એક જેસીબી, એક હિટાચી, અને ૨૦ ટ્રેક્ટર સહીત ૨૦૦ ગ્રામજનોએ તાત્કાલિક તળાવ સાંધ્યું હતું. આ અંગે વીરપર મહેશભાઈ લિખિયાએ જણાવ્યું હતું કે ગઈકાલે તૂટી ગયેલા તળાવને રીપેર કરવાનો ગ્રામજનો દ્વારા નિર્ણય લીધો હતો અને ગામની મશીનરીને કામે લગાડી જાતે ગ્રામજનો શ્રમયજ્ઞ કરીને તળાવ રિપેરની કામગીરીમાં લાગી ગયા હતા.

 

Comments
Loading...
WhatsApp chat