દીકરીના જન્મદિવસે પછાત વિસ્તારના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ

યંગ ઇન્ડિયા ગ્રુપ ની પરંપરા છે કે જન્મદિવસની ઉજવણી કંઈક અલગ રીતે સામાજિક ચેતના જાગૃત કરતી અને સામાજિક નિસ્બત સંબંધી ઉજવણી કરવી.જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્ય તથા જાણીતા પત્રકાર  વિપુલ પ્રજાપતિની સુપુત્રી ચી. રીતિશા ના પાંચમા જન્મદિવસ યંગ ઇન્ડિયા ગ્રુપ ની પરંપરા અનુસાર જન્મદિવસની અનોખી ઉજવણી ના ભાગરૂપે “આપવાનો આનંદ ” કાર્યક્રમ હેઠળ પછાત વિસ્તારના શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપવાનો કાર્યક્રમ મોરબી ની સરકારી શાળા માં રાખ્યો હતો.આ પ્રસંગે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગીબ્સન મિડલ સ્કુલ,જીલ્લા પંચાયત પાસેના વિસ્તાર સહિતની પછાત વિસ્તારના ૨૦૦ જેટલા બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરીને ઉજવણી કરી હતી.આ શુભ પ્રસંગે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેન રબારી, દિલીપ બરાસરા, દીપસિંહ ગઢવી, ચેતન ચારોલા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

Comments
Loading...
WhatsApp chat